પાઠ – 29

વાંચો અને સમજોઃ

આજે હૉસ્પિટલમાં દાદીની પાસે બેસવાનો મારો વારો હતો. દાદીને હૉસ્પિટલમાં દાખલ કર્યાં ત્યારથી અમે બધાંએ વારા રાખ્યા છે. અમે કુલ 6 પૌત્ર-પૌત્રીઓ છીએ. બધાં વારાફરતી બેસીએ છીએ. રાત્રે મમ્મી અથવા પપ્પા હોય છે. દાદીને દાખલ કર્યા છે એ સમાચાર જ સૌને આઘાત આપનારા હતા. કારણ કે અમે દાદીને કદી માંદાં જોયાં જ નથી. પપ્પા-મમ્મી પણ એ જ કહે છે કે દાદીને એમણે પણ ભાગ્યે જ માંદાં જોયા છે. આમ અચાનક શું થયું? બધાના મનમાં એક જ સવાલ હતો.

બુધવારે રાત્રે જમી કરીને અને બધાં વાતો કરતાં હતાં. દાદીએ અચાનક માથું દુખવાની ફરિયાદ કરી અને એમને એક ઉલટી થઈ. એ બેસી પણ ન શક્યાં. ડૉક્ટરે તપાસીને હૉસ્પિટલમાં દાખલ કરવાનું કહ્યું. ત્યાં દાખલ કરીને તપાસ કરી તો ખબર પડી કે એમને સ્ટ્રોકનો એટેક આવ્યો છે. એમના જમણા અંગમાં લકવાની અસર છે. જેને ખબર પડે તે આઘાત પામે. આમ અચાનક શું થયું? એમનું બધું નિયમિત હતું. ખાવાનું, કામ કરવાનું, સૂવાનું બધું જ. એમને બ્લડ પ્રેશન ન હતું કે ન ડાયબેટીસ. પંચોતેરમા વરસે એમની તબિયત એકદમ સરસ હતી. એમનું પોતાનું કામ તો એ જાતે કરે જ. ઉપરાંત મમ્મીને પણ રસોઈમાં મદદ કરે. સ્વભાવે પણ હસમુખાં. કદી કચકચ નહીં. ઘરના બાળકોની તો ખાસ કાળજી રાખે. અમારાં બધાંની ઢાલ તે દાદી.

હૉસ્પિટલમાં બેઠાં બેઠાં આ જ વિચારો આવતા હતા. દાદીને જોઈને ખૂબ દુઃખ થતું. હવે એમનાથી ચલાશે નહીં. એમનાથી સરખું બોલાશે નહીં એમ ડૉક્ટરે કહ્યું. એમને થોડું ઓછું સંભળાતું હતું. દાતનું ચોકઠું હોવાથી બહુ ખવાતું ન હતું. પણ એને અને આ બિમારીને કોઈ સંબંધ ન હોય. બે દિવસ પહેલાં જ દાદાજીની પુણ્યતિથિ હતી ત્યારે બોલ્યાં હતાં કે ખબર નથી કે મારો વારો ક્યારે આવશે. પણ એ તો મજાકમાં હશે. કારણ કે મરવાનો વિચાર તો એમને નહીં જ આવતો હોય. આ વખતે એમને ખરેખર મરવાનો અંદાજ આવ્યો હશે?

મેં ફરીથી દાદી સામે જોયું. એ જાગતાં હતાં. એમણે ઇશારાથી મને બોલાવી. હું નજીક ગઈ. એ કશુંક કહેવા માગતાં હતાં. કાન એમના મોં પાસે લઈ ગઈ. એ બોલ્યાં,”ચિંતા ન કરો. હું સાજી થવાની છું. તારા દીકરાનું મોં જાઈને મરીશ.” મને થયું કે દાદી મારા વિચારો વાંચી ગચાં? હું કેવી ગાંડી છું કે આવા અવળા વિચાર કરું છું. અને હું દાદી સામે જોઈને હસી પડી. દાદીના મોં પર પણ હાસ્ય હતું.


શબ્દકોશઃ
દાખલ કરવું = to admit, વારા રાખવા = to take turns, પૌત્ર-પૌત્રી = grandchildren, આઘાત = shock, માંદું = ill, કદી= never, ભાગ્યે જ = rare, not often, લકવો = paralysis, નિયમિત = regular, હસમુખ = joyful, કચકચ = quarrel, ઢાલ = shield, protenction, પુણ્યતિથી = death anniversary, મજાક = fun making, ગાંડી = fool.


1) નીચેનાં વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરોઃ

1.1 આમ અચાનક શું થયું?
1.2. એમનું બધું નિયમિત હતું.
1.3. ઘરના બાળકોની તો ખાસ કાળજી રાખે.
1.4. દાદીને જોઈને ખૂબ દુઃખ થતું.
1.5. મેં ફરીથી દાદી સામે જોયું.

2) Grammar

Look at the following verb forms:

એમનાથી હવે બોલાશે નહીં. (She will not be able to speak.)
એમનાથી ચલાશે નહીં. (She will not be able to walk.)
મારાથી એ પ્રસંગ ભુલાતો નથી. (I can’t forget the incident)
તારાથી આ ભારે થેલો ઉચકાશે? (Can you lift this heavy bag?)
In all the above verbs the form is passive. The passive sentence is structurally different from the active one. It will clear from the comparision between the active and passive:

Active Passive
એ ચાલી શકશે નહીં. એમનાથી ચલાશે નહીં.
એ હવે બોલી શકશે નહીં. એમનાથી હવે બોલાશે નહીં.
હું એ પ્રસંગ ભૂલી શકતી નથી. મારાથી એ પ્રસંગ ભુલાતો નથી.
તું આ ભારે થેલો ઊચકી શકીશ? તારાથી આ ભારે થેલો ઉચકાશે?

The difference:

The auxiliary verb શકવું (can) is missing in passive. The passive verb indicates the ability. (Passive is more used to indicate inability)
The subject changes the case in the passive. It takes –થી suffix.
The verb takes –આ suffix before tense and other suffix.
The agreement changes from Subject-verb to Object-verb. And if there is no object (in case of intransitive verb) the verb remains in third person singular.

Let’s take more examples:

મારાથી હવે સીડી ચડાતી નથી. (I can’t climb the staircase)
મારાથી એમનું દુઃખ જોવાતું નથી. (I can’t see his pain)
માસીથી જમીન પર બેસાતું નથી. (Aunty can’t sit on floor.)

In some cases the Subject takes –ને instead of –થી. For example –

મને તમારો અવાજ સંભળાતો નથી. (I can not hear your voice)
બાળકોને તમારી વાત સમજાતી નથી. (The children can not understand you.)

If there is an Instrument in the sentence the Subject is many times dropped. For example –

આ રુમાલથી મોં લુછાતું જ નથી. (This hankerchef doesn’t wipes the face)
આ છરીથી કશું કપાતું નથી. (This knife doesn’t cut anything.)
આ ગળણીથી સરસ ગળાય છે. (This strainer filters well.)
આ છરીથી ઝડપથી કપાય છે. (This knife cuts quickly.)

There is another form of passive. In which the verb takes an –આવવું as an auxiliary and the Doer of the Action takes દ્વારા postposition or it is dropped.

શાળા દ્વારા આ વર્ષે એક ખાસ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
(A special programme will be undertaken this year by the school.)
અમારી સંસ્થા દ્વારા બાળકોને ઇનામ આપવામાં આવે છે.
(The children are given prizes by our institute.)
આ વર્ષે કંપની દ્વારા કર્મચારીઓને વધુ બોનસ આપવામાં આવશે.
(The employees will be given more bonuses by the company.)

The Doer of the action is dropped in the following sentences:

દરેકને એક પાસ આપવામાં આવશે.
(Everyone will be given a pass.)
દરદીને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
(The patient was immediately admitted in the hospital.)
પકડાએલ ગાંજાનો નાશ કરવામાં આવ્યો.
(The confiscated Ganja was destroyed.)
આ નદી પર બાંધ બાંધવામાં આવશે.
(A dam will be built on this river.)
અમને અમારાં નાણાં પરત મળશે એમ કહેવામાં આવ્યું હતું.
(We were told that we will get our money back)