પાઠ – 23

એક જ દાણામાંથી.

રાજસ્થાનના ડુંગારી ગામમાં મેળો ભરાયો હતો. ખેતીવાડી ખાતા તરફથી તેમાં એક પ્રદર્શન ગોઠવાયું હતું. ત્યાં ઘઉંના સુધારેલા બિયારણનો નમૂનો રાખ્યો હતો. રામનારાયણ નામના ખેડૂતની નજર એના પર પડી. તેને તે ખરીદવાનું મન થયું. પણ ખાતાના અધિકારીએ કહ્યું કે એ વેચવા માટે નથી. નિરાશ થઈને રામનારાયણ પાછો ગયો. પણ એના મનમાં એ બિયારણ ગયું નહીં. બીજે દિવસે ફરી પાછો એ પ્રદર્શનમાં ગયો. એણે અધિકારી સાથે ખૂબ રકઝક કરી. અંતે અધિકારી પીગળ્યો. એણે એને એ બિયારણનો નમૂનો આપ્યો – એક જ દાણો!

રામનારાયણ એ બહુમૂલા દાણાને સાચવીને લાવ્યો. પોતાના ખેતરમાં સારામાં સારી જગ્યા પસંદ કરીને એણે એ વાવ્યો. ખાતર-પાણી નિયમિત આપી એની ખૂબ કાળજી રાખી. થોડા દિવસે અંકૂર ફૂટીને એમાંથી એક છોડ થયો. અને પછી એમાંથી ઘઉંની ડૂંડીઓ ઝૂલવા લાગી. એક દાણો વાવ્યો હતો એમાંથી પાંચસો ગ્રામ જેટલા દાણા નીકળ્યા.

બીજા વરસે એણે એ દાણા વાવ્યા. અને કાળજીપૂર્વક ઉછેર્યા. સમય જતાં એમાંથી છ ફૂટ જેવડા છોડ થયા. આ વખતે પાક દસ કિલો ઊતર્યો. એણે એ બધા બીજે વરસે ફરી વાવ્યા. એમાંથી અનેક ગણો પાક થયો. ઊંચી ગુણવત્તાના ઘઉં. એ પણ એક દાણામાંથી!


શબ્દકોશઃ
મેળો = a fair, પ્રદર્શન = an exhibition, બિયારણનો નમૂનો = sample of seeds, રકઝક = haggling, દાણો = a grain, બહુમૂલું, = valuable, સારામાં સારી = the best, ડૂંડી = ear of corn, ગુણવત્તા = quality.


1) We shall again revise past forms – simple past and perfect past. Let’s look at the verbs used in the above para:

1.મેળો ભરાયો હતો.
2.પ્રદર્શન ગોઠવાયું હતું.
3.નમૂનો રાખ્યો હતો.

The above examples are of Past perfect.

1. રામનારાયણ પાછો ગયો.
2. એણે ખેતરમાં દાણા વાવ્યા.
3. એણે દાણા કાળજીપૂર્વક ઉછેર્યા.

These examples are of simple past. In both type verb agrees in gender-number with the object if the verb is transitive and with the subject if the verb is intransitive. But if the verb is in past imperfect it agrees always with the subject. Let’s look at comparative examples:

1) દાદા છાપું વાંચતા હતા. દાદાએ છાપું વાંચ્યું.
2) લોકો પ્રદર્શન ગોઠવતા હતા. લોકોએ પ્રદર્શન ગોઠવ્યું.
3) એ ખેતરમાં દાણા વાવતો હતો. એણે ખેતરમાં દાણા વાવ્યા.
4) તમે શું કરતા હતા? તમે શું કર્યું?
5) કૂતરો રોટલી ખાતો હતો. કૂતરાએ રોટલી ખાધી.