પાઠ – 22

1) નીચેનો ફકરા વાંચો. એની નીચે શબ્દાર્થ આપેલા છે તે પણ સમજી લો. ત્યાર બાદ એની નીચેના પ્રશ્નોના જવાબ આપો.

સોક્રેટિસ

સોક્રેટિસનું જીવન અતિ સાદગીપ્રૂર્ણ હતું. તેઓએ જીવનમાં કોઈ આર્થિક પ્રવૃત્તિ કરી ન હતી. સોક્રેટીસના પિતા શિલ્પી અને માતા દાયણ હતાં. અનિયમિત આકારના અણઘડ પથ્થરને ટાંકણાથી ટાંકીને જેમ નિયત આકારનું શિલ્પ ઘડી કાઢવામાં આવે છે, તેમ સોક્રેટીસ માનવજીવનરૂપી શિલ્પો ઘડતા.

સોક્રેટિસ પોતાનો તમામ સમય જાહેર સ્થળોએ પસાર કરતા. એથેન્સવાસીઓ સાથે ચર્ચા કરવાનું તેઓને ખૂબ ગમતું. સોક્રેટીસ માનતા હતા કે ચર્ચા કરવાથી માણસની ગેરસમજ દૂર થાય છે અને સમજણનો વિકાસ થાય છે. ચર્ચા કરતા યુવાનોની વચ્ચે સોક્રેટિસ બેસતા. બે માણસો અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હોય, ત્યાં પણ સોક્રેટીસ પહોંચી જતા. તેઓની વાતચીતના કોઈ મુદ્દાને સ્પર્શતો એવો પ્રશ્ન સોક્રેટિસ કરતા, કે જે તાત્ત્વિક હોય અને સોક્રેટીસ એવો દેખાવ પણ કરતા કે ‘એ પ્રશ્નના ઉત્તર પરત્વે પોતે અજ્ઞાન ધરાવે છે.’ વાતચીત કરતા યુવાનો ‘પોતે જ્ઞાની છે અને સોક્રેટિસના અજ્ઞાનને ચપટી વગાડતાં જ દૂર કરી શકે છે’ તેવા આત્મવિશ્વાસથી તેઓ સોક્રેટિસ સાથે ચર્ચામાં ખેંચાઈ જતા.


શબ્દકોશઃ
સાદગીપ્રૂર્ણ = simple, આર્થિક પ્રવૃત્તિ = economic activity, work for earning, શિલ્પી = sculptor, દાયણ = midwife, અનિયમિત = uneven, irregular, ટાંકણાથી (મૂળ શબ્દ ‘ટાંકણું’) = chisel, ટાંકીને (form of verb ટાંકવુ) = to chisel, to note, નિયત = prescribed, determined, ઘડી કાઢવામાં આવે (passive form of ઘડી કાઢવું = to give shape), ગેરસમજ = misunderstanding, અંદરોઅંદર = with eachother internally, આત્મવિશ્વાસ = confidence, ખેંચાવું = to get pulled in. ચપટી વગાડતાં = within no time, quickly.


1) Questions:

1.સૉક્રેટિસનાં માતા શું કામ કરતાં?
2.માણસોનું શિલ્પ સૉક્રેટિસ કયા ટાંકણાથી ઘડતા?
3.ચર્ચા કરવાથી શો લાભ થાય છે એમ સૉક્રેટિસ માનતા?
4.યુવાનોને સૉક્રેટિસ સાથે વાત કરવાનું ગમતું હતું?

2) Translate the following sentences:

સોક્રેટીસ પોતાનો તમામ સમય જાહેર સ્થળોએ પસાર કરતા.
ચર્ચા કરતા યુવાનોની વચ્ચે સોક્રેટીસ બેસતા.
સોક્રેટીસ માનતા હતા કે ચર્ચા કરવાથી માણસની ગેરસમજ દૂર થાય છે.

3) Important grammatical feature:

Please look at these verbal forms – ઘડતા, પસાર કરતા, ગમતું, માનતા, બેસતા, પહોંચી જતા, કરતા ખેંચાઈ જતા
Verb form – verb + ત + gender-number suffix

This verb form gives the meaning of an action regularly done in the past. In English we would say “used to do”.) Study the following examples:

1. લોકો અહીં ફરવા આવતા.
People used to come here for a walk.
2. હું દરરોજ સવારે અડધો કલાક કસરત કરતો.
I used to exercise half an hour in the morning.
3. દરિયાનું પાણી છેક અહીં સુધી આવતું.
The sea water used to come upto this level.
4. શિક્ષક અમને ક્યારેય ન વઢતા.
Teacher never scolded us.
5. એ મને સંગીત શીખવતાં.
She used to teach me music.
6. અમે ફોન પર લાંબો સમય વાતો કરતા.
We used to talk for long time over phone.


Answers:

1) Answers to questions:

1.સૉક્રેટિસના માતા દાયણ હતાં.
2.માણસોનું શિલ્પ સૉક્રેટિસ પ્રશ્નોરૂપી ટાંકણાથી ઘડતા.
3.સૉક્રેટિસ માનતા કે ચર્ચા કરવાથી માણસની ગેરસમજ દૂર થાય છે.
4.યુવાનોને સૉક્રેટિસ સાથે વાતો કરવાનું ગમતું હતું.

2) Translation:

Socretis used to spend his time on public places.
Socretis used to sit with youth discussing (various topics).
Socretis belived that by discussing misunderstanding is removed.