પાઠ – 24

વાંચો અને સમજોઃ

અનુબંધની કેળવણી

તમામ મનુષ્યો સતત શરીર વડે, મન વડે કામ કરે છે. આ વિવિધ કામોની અસર કરનાર પર, સમાજ પર અને પ્રકૃતિ પર થાય છે. પોતાના કર્મથી આવતાં પરિણામો માટે પોતે જવાબદાર છે એનો સ્વીકાર કરવો જોઈએ.

આ સંદર્ભે દુનિયાના બે મોટા વિચારકોના દૃષ્ટિકોણને સમજવા જેવા છે. કાર્લ માર્ક્સ માનતા કે વ્યવસ્થા બદલો એટલે માણસ બદલાય. માણસ એની પરિસ્થિતિનું સંતાન છે. એની સામે ગાંધીજી માનતા કે મનુષ્યને બદલો તો વ્યવસ્થા બદલાશે. મનુષ્ય જવાબદાર અને જાગૃત બને એ જરૂરી છે.

મનુષ્ય સૃષ્ટિનો અધિપતિ નથી. એનામાં બુદ્ધિ છે એનો અર્થ એ નથી કે એના દ્વારા એ બધા પર રાજ કરે. સજીવ-નિર્જીવ તમામની કાળજી એણે રાખવાની છે. આપણી આસપાસનું, ક્ષેત્રનું, ભાગે આવેલું નાનામાં નાનું કાર્ય એની વૈશ્વિક અસરો તપાસીને કરવું એવો અભિગમ હોવો જોઈએ. સ્થાનિક સ્તરે કામ કરવું પણ વૈશ્વિક સ્તરે વિચારવું. દરેક ક્રિયા કે પ્રવૃત્તિનો આવો અનુબંધ કેળવણીમાં જરૂરી છે. આપણી બુદ્ધિનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ કેળવણીમાં આવવું જરૂરી છે. વિચારો.

1. તેજસ્વી બુદ્ધિનો ઉપયોગ શસ્ત્રોના ઉત્પાદનમાં કરવો?
2. આરોગ્યને હાનિ પહોંચાડનાર દવાઓ બનાવીને પૈસા કમાવવા?
3. કુદરતિ સંપત્તિનો અંગત લાભ માટે વેડફાટ કરવો?
4. જથ્થાબંધ કેન્દ્રિત ઉત્પાદન કરીને હજારોની રોજી છીનવી લેવી?

આવા ઘણા પ્રશ્નો છે જેનો ઉત્તર આપણી બુદ્ધિએ આપીને કામ કરવાનું છે. અને એ રીતે પોતાની કેળવણી કરવાની છે.


શબ્દકોશઃ
વડે = with અસર = effect, પ્રકૃતિ = nature કર્મ = deeds, destiny, જવાબદાર = responsible, સંદર્ભે = in the context of, વિચારકો = thinkers, દૃષ્ટિકોણ = angle વ્યવસ્થા = system, મનુષ્ય = human, જાગૃત = aware, enlighten, સૃષ્ટિ = creation, nature, અધિપતિ = ruler, બુદ્ધિ = intelligence, દ્વારા = by, with સજીવ-નિર્જીવ = animate-inanimate, કાળજી રાખવી = to take care, ક્ષેત્ર = area, વૈશ્વિક = global, તપાસીને = after scrutinizing, અભિગમ = approach, સ્થાનિક સ્તરે = at local level, અનુબંધ = correlation, કેળવણી = education, જરૂરી = necessary, શસ્ત્રો = weapons, વેડફાટ = wastage, હાનિ = loss, injury, જથ્થાબંધ = in large quantity, wholesale.


1) જવાબ આપોઃ

1.1. માણસના કામની અસર શેના પર થાય છે?
1.2. માર્ક્સ શું માનતા હતા?
1.3. ગાંધીજી શું માનતા હતા?
1.4. માણસે પોતાના ઉપરાંત કોની કાળજી રાખવાની છે?
1.5. કેળવણીમાં કોના વચ્ચે અનુબંધ હોવો જરૂરી છે?

2) નીચેનાં અંગ્રેજી વાક્યો કયાં વાક્યોનું ભાષાંતર છે તે શોધોઃ

2.1. We should accept that we are responsible for consequences of our deeds.
2.2. We are not the rulers of the nature.
2.3. We should work on local level and think on global level.
2.4. It should be part of our education where and how to use our intellegance.
2.5. Should we waste the natural resources for personal benefit?

3) Grammar

Look at the following verb phrases:

સ્વીકાર કરવો જોઈએ. (should accept)
અભિગમ હોવો જોઈએ. (should have)

The verb form જોઈએ gives the meaning of ‘should’. It is used as auxility with main verb. The main verb takes –વ- and gender-number suffix as per the object. And if the verb is intransitive the verb remains neuter-singular. The Doer of the action takes –એ case suffix instead of normal zero suffix. If the doer is indicated by a pronoun it takes differenct suffix. Compare the following sentences.

માણસ જવાબદારી સ્વીકારશે.
માણસે જવાબદારી સ્વીકારવી જોઈએ.
હું મીઠાઈ ઓછી ખાઈશ.
મારે મીઠાઈ ઓછી ખાવી જોઈએ.
તમે વહેલાં ઊઠો.
તમારે વહેલાં ઊઠવું જોઈએ.
તું આ કામ જલદી પૂરું કર.
તારે આ કામ જલદી પૂરું કરવું જોઈએ.
એ પોતાનાં કપડાં જાતે ધોશે.
એણે પોતાનાં કપડાં જાતે ધોવાં જોઈએ.
તમે અહીં કચરો ન ફેંકો.
તમારે અહીં કચરો ન ફેંકવો જોઈએ.

Let’s understand the structure of verb phrase and its agreement with Object.

તમે અહીં કચરો ન ફેંકો. (Imperative)

In the above imperative sentence the agreement is between the subject and verb. But if we use ‘should type’ sentence the agreement will be between object and verb. And if the verb is intransitive it will remain neutral i.e. Neuter-singular.

તમારે અહીં કચરો ન ફેંકવો જોઈએ.
એણે કપડાં જાતે ધોવાં જોઈએ.

The subject in such cases takes different suffix. The nominal and pronominal suffixes are different. They are given hereunder:

Noun takes –એ case suffix.
Singular Plural
માણસ -> માણસે માણસો -> માણસોએ
છોકરો -> છોકરાએ છોકરા -> છોકરાઓએ
હું -> મારે અમે -> અમારે
તું -> તારે તમે -> તમારે
એ -> એણે એ -> એમણે
તે -> તેણે તે -> તેમણે
કોણ -> કોણે આપણે -> આપણે
જે -> જેણે જે -> જેમણે

The function of these ‘should type’ sentences is that of ‘advice, suggestion’. If an order (Imperative) can not be used for social reasons, the advice can is given.

4) Change the following sentences into advices:

4.1. તમે સમયસર જમો.
4.2. આપણે વૃક્ષ ન કાપીએ.
4.3. તમે એમને કાગળ લખો.
4.4. હું તમને દવા આપીશ.
4.5. અમે ત્યાં વહેલાં પહોચીશું.


Answers:

2)

2.1. માણસના કામની અસર સમાજ અને પ્રકૃતિ પર થાય છે.
2.2. માર્ક્સ માનતા હતા કે વ્યવસ્થા બદલો તો માણસ બદલાય.
2.3. ગાંધીજી માનતા હતા કે માણસ બદલો તો વ્યવસ્થા બદલાય.
2.4. માણસે પોતાના ઉપરાંત તમામ સજીવ-નિર્જીવની કાળજી રાખવાની છે.
2.5. સ્થાનિક સ્તરે પ્રવૃત્તિ કરવી પણ વૈશ્વિક સ્તરે વિચારવું એ અનુબંધની કેળવણીમાં જરૂર છે.

4)

4.1. તમારે સમયસર જમવું જોઈએ.
4.2. આપણે વૃક્ષ ન કાપવાં જોઈએ
4.3. તમારે એમને કાગળ લખવો જોઈએ
4.4. મારે તમને દવા આપવી જોઈએ.
4.5. આપણે ત્યાં વહેલાં પહોંચવું જોઈએ.