પાઠ – 21

વાંચો અને સમજો:

તીરુ વલ્લુવર

સંત વલ્લુવર ચેન્નઈ પાસેના મૈલાપુર ગામમાં રહેતા હતા. સંત એટલે તમિળ ભાષામાં તીરુ, એટલે તીરુ વલ્લુવર તરીકે પ્રખ્યાત હતા. તેઓ સંત કબીરની જેમ વણકર હતા.

ગામના નગરશેઠનો દીકરો યૌવનથી ઉન્મત્ત બનીને ફરતો હતો. પોતાના પિતા નગરશેઠ એટલે આપણને કોઈ કશું કરી શકવાનું નથી એમ માનતો. બજારમાં કોઈનાં શાકભાજી વીંખી નાખતો, કોઈના ફળ ઝૂટવી લેતો. નગરશેઠનો દીકરો હોવાથી બધાં કશું બોલી શકતાં ન હતાં.

એક વાર તીરુ વલ્લુવર સાડીઓ વેચવા બજારમાં બેઠા હતા. નગરશેઠના દીકરાની નજર એમના પર પડી. એક સાડી ઉપાડીને એણે પૂછ્યું, “આ સાડીની શું કિંમત છે?” તીરુ વલ્લુવરે કહ્યું, “બે રુપિયા.”

પેલાએ સાડીના બે ટુકડા કર્યા અને કહ્યું, “હવે આની કિંમત એક રુપિયો થઈ ને!”

પછી તો એણે સાડીના વધુ ટુકડા કર્યા. અને મોટેથી હસીને બોલ્યો, “બોલ હવે આ ટુકડાઓની કિંમત કેટલી?” વણકરે શાંતિથી કહ્યું, “હવે આ વસ્ત્ર કોઈ પહેરી શકે તેમ નથી અને તેની કોઈ કિંમત ન લેવાય.”

સાડીના ટુકડા થયા છતાં વણકરને શાંત જોઈને શેઠના પુત્રને આશ્ચર્ચ થયું. એણે ખિસ્સામાંથી બે રુપિયા કાઢીને આપ્યા અને કહ્યું, આ લે તારી સાડીનું મૂલ્ય. મારી પાસે ઘણા પૈસા છે. તારી આ સાડી નકામી થઈ ગઈ! તીરુ વલ્લુવરે કહ્યું, ના ભાઈ, આ સાડી નકામી નહીં જાય. મારાં પત્ની એને સાંધીને પહેરશે. શેઠના દીકરાને હવે પસ્તાવો થયો અને એણે પૈસા લેવા માટે ખૂબ આગ્રહ કર્યો.

તીરુ વલ્લુવરે શાંતિથી કહ્યું, “ભાઈ, તું સારા ઘરનો યુવક લાગે છે. તને ખબર છે કે જે વસ્તુ જેના માટે બની હોય તેના વપરાશમાં જ તેનું ખરું મૂલ્ય હોય છે. ખેડૂતે કેટલી મહેનત કરીને કપાસ તૈયાર કર્યો હશે? અને આ સાડી વણતાં પણ ઘણા દિવસો લાગ્યા છે. આ સાડી પાછળના શ્રમનું મૂલ્ય તું કેવી રીતે ચૂકવી શકીશ? આ સાડીની કિંમત બે રુપિયા તો હું મારું ગુજરાન ચાલે તે માટે લઉં છું. પણ તેનો અર્થ એ નથી કે મારા શ્રમનું મૂલ્ય બે રુપિયા છે.”

પેલો હવે પોતાની વાત સાંભળે છે એ જોઈને તીરુ વલ્લુવરે આગળ કહ્યું, “દરેક વસ્તુનું મૂલ્ય કરવા લાગીએ તે ન ચાલે. કાલે ઊઠીને કોઈ કહેશે કે, માએ છોકરાને ઉછેરવા જે મહેનત લીધી છે તેનું મૂલ્ય ચૂકવી આપો. નવ મહિના પેટમાં રાખ્યો એનું ભાડું આપો. માના કષ્ટનું મૂલ્ય કેટલું થાય તે તું જ કહે.”

નગરશેઠના દીકરાને પહેલી વાર ભાન થયું કે એનું વર્તન કેટલું નકામું છે. બીજે દિવસે વહેલી સવારે ઊઠીને એ ભગવાનને પગે લાગ્યો અને પિતા સાથે કામે લાગ્યો. નગરશેઠને નવાઈ લાગી. એણે દીકરા પાસે તીરુ વલ્લુવરની વાત સાંભળી. પોતાના દીકરાને સુધારનાર એ સંત પાસે નગરશેઠ દોડી ગયા. એમણે કહ્યું, મારે તમને થોડી સંપત્તિ આપવી છે. તમે મારા દીકરાને સુધાર્યો છે.

તીરુ વલ્લુવર હસતાં બોલ્યા, “શેઠ તમે ગયા જનમમાં ભગવાનના લાડકા હશો એટલે આ જન્મમાં તમને અઢળક દ્રવ્ય મળ્યું છે. આ સંપત્તિ પ્રભુના કાર્યમાં ખરચજો. મારે એની કોઈ જરૂર નથી. આજે આપણા રાજ્યમાં દુકાળ છે. લોકોને અન્ન મળે તે માટે તમારી સંપત્તિ કામે લગાડજો.”


શબ્દકોશઃ
તરીકે = as, પ્રખ્યાત = welknown, વણકર = weaver, યૌવન = youth, ઉન્મત્ત = mad, impudent, વીંખી નાખતો = scatter (used to scatter), ઝૂંટવી લેતો = snatch (used to snatch), નજર પડી = saw, ખિસ્સામાંથી = from the pocket, નકામી = useless, સાંધીને = by sewing, પસ્તાવો = repentence, ગુજરાન ચાલવું = to live on, શ્રમ = labour, ઉછેરવા fro bringing up, કષ્ટ = pain, વર્તન = behavour, પગે લાગવું = to touch the feet (to salute), સંપત્તિ = money, wealth, સુધાર્યો = civilized , લાડકા = favourable, અઢળક = plenty, unlimited, દ્રવ્ય = money, પ્રભુના કાર્યમાં = work of God, દુકાળ = famine,અન્ન = food.


1. We are going to look at another participle form. When this form is used the verb phrase is compound. There are two verbs and two different action of same Doer. One action follows the other. The first one is indicated by a participle form. Let’s look at example:

1.1. નગરશેઠનો દીકરો ઉન્મત્ત બનીને ફરતો હતો.
(The son of sheriff becoming impudent (become impudent and) moved in the city)
1.2. એ મોટેથી હસીને બોલ્યો.
(He laughed loudly and said.)
1.3. એણે ખિસ્સામાંથી બે રુપિયા કાઢીને આપ્યા.
(He took out two rupees and gave.)
1.4. મારાં પત્ની એને સાંધીને પહેરશે.
(My wife will stich it and will wear.)
1.5. ખેડૂતે મહેનત કરીને કપાસ તૈયાર કર્યો છે.
(The farmar toiled and cultivated the cotton.)
1.6. બીજે દિવસે વહેલી સવારે ઊઠીને એ ભગવાનને પગે લાગ્યો.
(Next day he got up early in the morning and saluted the god.)

Now look at the verb phrase:

બનીને ફરતો હતો = બનીને + ફરતો હતો.   Became and was moving
હસીને બોલ્યો = હસીને + બોલ્યો   Laughed and said.
કાઢીને આપ્યા = કાઢીને + આપ્યા.   Took out and gave

Thus the first verb takes –ને suffix and it is subordinate action. The second verb takes tense and agreement suffix. Many a times it is difficult to translate this type of verb phrase. It can also become an idiomatic phrase, as in “કાલે ઊઠીને કોઈ કહેશે.” It literally means “Tomorrow some one will get up and say.” But the phrase કાલે ઊઠીને means ‘tomorrow”.

The above compound phrase is very frequently used in Gujarati. Let’s take few more examples -

• તમે પત્ર બરાબર વાંચીને પછી બોલો.
(Please read the letter properly and then speak)
• મેં કચરો ફેંકીને હાથ ધોયા.
(I threw the trash and washed my hands)
• લોકોએ બલાત્કારીને ઝાડ સાથે બાંધીને ફટકાર્યો.
(People tied the rapist to a tree and beat him)
• એણે થાળી ધોઈને ટેબલ પર ગોઠવી.
(He washed the plate and put it on the table)
• મજૂર થેલો ઊપાડીને ચાલવા માંડ્યો.
(The labourer lifted the bag and began walking)
• ડ્રાઈવર દારૂ પીને વાહન ચલાવે તો દંડ થાય છે.
(If you drink liquar and drive a vehicle you will be punished)
• મેં તમને પૈસા બરાબર ગણીને આપ્યા હતા.
(I properly counted the money and gave them to you)
• કારમાંથી ઊતરીને એ નદી તરફ ચાલવા લાગ્યો.
(Having got down from the car he started walking towards the river.)