પાઠ – 20

વાંચો અને સમજો.

આદર્શ ગામ

ગુજરાતની દક્ષિણમાં એક એવું ગામ આવેલ છે જે સૌ કોઈને આદર્શ પૂરો પાડે છે. આ ગામનું નામ છે ‘બાબેન’. જો ગામના માણસો નક્કી કરે અને ભેગા થઈને કામ કરે તો કશું જ અશક્ય નથી એ વાત બાબેન ગામે સમજી છે અને બીજાને સમજાવે છે.

પંદર વર્ષ પહેલાં આ ગામ બીજાં બધાં ગામો જેવું જ હતું. કાચા રસ્તા જે વરસાદમાં કીચડથી ભરાઈ જાય. અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો પડતો નથી. ઠેર ઠેર કચરાના ઢગલા. કચરો નાખવાનું કામ સૌ કોઈનું, પણ ઉપાડવાનું કામ કોનું તે ખબર ન હોય. એક સરસ તળાવ પણ સૂકુંભઠ્ઠ. જાહેર શૌચાલય એટલે ખુલ્લામાં શૌચ એવો ખ્યાલ.

પંદર વર્ષમાં આ ગામની કાયાપાલટ થઈ ગઈ. આજે ગામમાં સીમેન્ટના ચોખ્ખા રસ્તા, રસ્તાઓ પર આધુનિક દીવાઓ, સી.સી.ટી.વી.કેમેરા, અને રસ્તાઓ વચ્ચે ફુલોનું સુંદર સુશોભન. બે તરફ ચાલવા માટે સરસ પાકા ફૂટપાથ. ગામનું તળાવ પાણીથી છલોછલ અને ફુલો વગેરેથી સુશોભિત. લોકો માટે ફરવા માટેનું સ્થળ બન્યું છે. ઘરે ઘરે શૌચાલય અને ઉપરાંત જાહેર શૌચાલય. પર્યાવરણની જાળવણી માટે અહીં 1280 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સુરક્ષા માટે ગામમાં 28 સીસીટીવી લગાડેલા છે.

2007થી પંચાયતના સભ્યોએ ભેગા થઈ લોકભાગીદારીથી ગામ માટે કામ કરવાનું શરૂ કર્યું. ગામમાં મૂળ રહેવાસીઓ 1200 છે અને બાકી બધા અન્ય રાજ્યોમાંથી આવીને વસેલા છે. છતાં બધા ખૂબ જ સહકારથી રહે છે. પંચાયતની ચૂંટણી થતી નથી. જેને કામ કરવું હોય તે આગળ આવે છે. બીજા એને કામ કરવાની તક આપે છે. આ સહકારને કારણે આજે બાબેન ગામ ગુજરાતનું પ્રથમ નંબરનું ગામ બન્યું છે. બીજાં રાજ્યોના લોકો અને ગ્રામપંચાયતના સભ્યો આ ગામની મુલાકાતે આવે છે.શબ્દકોશઃ
આદર્શ પૂરો પાડે છે = Provides ideal, સૂકુંભઠ્ઠ = Completely dry, કાયાપાલટ = Transformation, Complete change, સુશોભન = Decoration, પાણીથી છલોછલ = filled to the brim with water, જાહેર શૌચાલય = Public toilet, ખુલ્લામાં = at an open place, ઉપરાંત = in addition to, જાળવણી = Preservation, સુરક્ષા = Safety, વાવેતર = planting, લોક-ભાગીદારી = People’s participation, પંચાયત = Village executive committee, સહકાર = Co-operation, ચૂંટણી = election, તક = opportunity, મુલાકાત = visit.


1) નીચેનાં ક્રિયાપદોમાંનો ભેદ સમજોઃ

Present perfect Present
સમજી છે. સમજે છે.
વાંચી છે. વાંચે છે.
કાપ્યું છે. કાપે છે.
બન્યું છે. બને છે.

We will use them in sentences and understand the difference:

બાબેન ગામે આ વાત સમજી છે.
(The village Baben has understood this point)
બાબેન ગામ આ વાત સમજે છે.
(The village Baben understands this point.)
મેં આ ચોપડી વાંચી છે.
(I have read this book.)
હું આ ચોપડી વાંચું છું.
(I am reading this book.)
કોઈએ ઝાડ કાપ્યું છે.
(Some one has cut the tree)
કોઈ ઝાડ કાપે છે.
(Some one is cutting tree)
આવું બન્યું છે.
(This has happened.)
આવું બને છે.
(It happens.)

2) Translate in English:

ગુજરાતની દક્ષિણમાં
ગામનું નામ
કચરાના ઢગલા
કીચડથી ભરાય છે.
ગામનું તળાવ
ફૂલોથી સુશોભિત રસ્તા
સહકારથી રહે છે.
પંચાયતની ચૂંટણી થતી નથી.
બાબેન ગુજરાતનું પ્રથમ નંબરનું ગામ બન્યું છે.


Answers:

In the south of Gujarat.
Name of village
Heaps of trash
Are filled with mud.
Lake of village
Roads decorated with flowers
Live with cooperation.
There is no election for village committee.
Baben has become number one village of Gujarat.