પાઠ – 19

વાંચો અને સમજો.

ઉપકાર અને અપકાર

બે ભાઈબંધ એક ગામથી બીજે ગામ ચાલતા જવા નીકળ્યા. રસ્તામાં કોઈક કારણસર એમની વચ્ચે ઝગડો થયો. એક મિત્રે બીજાને ગાલે તમાચો ઠોકી દીધો. જેને તમાચો વાગ્યો એ મિત્રને ખૂબ દુઃખ થયું. એ કશું બોલ્યો નહીં પણ એણે પગ નીચેની રેતીમાં લખ્યું, “આજે મારા મિત્રએ મને તમાચો માર્યો, મને ખૂબ દુઃખ થયું.”

બન્ને આગળ વધ્યા. રસ્તામાં એક નદી આવી. બન્ને નહાવા ઊતર્યા. એક મિત્ર ભૂલથી સહેજ ઊંડા પાણીમાં જતાં ડૂબવા લાગ્યો. તમાચો મારનાર મિત્રે હાથ આપીને એને બચાવી લીધો. બહાર આવ્યા બાદ પેલા મિત્રે નજીકના પથ્થર પર કોતરીને લખ્યું, “આજે મારા મિત્રએ મારી જિંદગી બચાવી.”

બચાવનાર મિત્રે પૂછ્યું, “મેં તને થપ્પડ મારી ત્યારે તેં રેતી પર લખ્યું, પણ મેં તને ડૂબતો બચાવ્યો ત્યારે તેં પથ્થર પર કેમ લખ્યું?”

પેલા મિત્રે જવાબ આપ્યો, “દોસ્ત, કોઈ તમને દુઃખ પહોંચાડે ત્યારે રેતીમાં જ લખવું જોઈએ. માફીરૂપી વાયરો વાય ને તરત જ એ દુઃખ ભુલાઈ જાય. પરંતુ, કોઈ તમારા પર ઉપકાર કરે ત્યારે પથ્થર પર કોતરી કાઢવું જોઈએ, જેથી એ ક્યારેય ભુલાય નહીં.શબ્દકોશઃ
ઉપકાર = m. an act of favour, obligation, gratitude, અપકાર = ingratitude, તમાચો = m. slap (on the face), કોતરીને = adv. by carving, માફીરૂપી = adj. form of pardon, વાયરો = m. wind, માફીરૂપી વાયરો = wind of pardon, વાય = conditional form of verb વાવું = int. to blow, જેથી = so that, ભુલાવું = int. forget


1) મોટેથી વાંચોઃ

પેલા મિત્રે જવાબ આપ્યો, “દોસ્ત, કોઈ તમને દુઃખ પહોંચાડે ત્યારે રેતીમાં જ લખવું જોઈએ. માફીરૂપી વાયરો વાય ને તરત જ એ દુઃખ ભુલાઈ જાય. પરંતુ, કોઈ તમારા પર ઉપકાર કરે ત્યારે પથ્થર પર કોતરી કાઢવું જોઈએ, જેથી એ ક્યારેય ભુલાય નહીં.

2) ભાષાંતર કરો.

1.એક મિત્રે બીજાને ગાલે તમાચો ઠોકી દીધો.
2.મને ખૂબ દુઃખ થયું.
3.આજે મારા મિત્રએ મારી જિંદગી બચાવી.
4.“મેં તને ડૂબતો બચાવ્યો ત્યારે તેં પથ્થર પર કેમ લખ્યું?”
5.ઉપકાર કદી ભૂલવા નહીં.

Other verbs are also used in this way. For example,

ઘર ક્યારેય નિરાશ ન કરે.
પંચતારાંકિત હૉટેલમાં જમવાનું મોંઘું મળે.
સાંજે બગીચામાં બધાં ભેગાં થાય અને કોઈ મુદ્દા પર ચર્ચા કરે.

3. In the last lesson we have looked at conditional form of verb and its dual function. In this lesson there are many sentences in which the conditional form is used. Obviously, the sentence will be complex. Let’s see the examples.

કોઈ તમને દુઃખ પહોંચાડે ત્યારે રેતીમાં જ લખવું જોઈએ.

There are two sentences:

કોઈ તમને દુઃખ પહોંચાડે
રેતીમાં જ લખવું જોઈએ.


The two sentences are joined by the word ત્યારે (at that time, then). The whole sentence means “When someone gives you pain you should write on sand.” The verb પહોંચાડે is a conditional form. Now look at the following sentences:

1.કોઈ આપણને સારી વાત કરે ત્યારે આપણે ધ્યાનથી સાંભળવી જોઈએ.
(When someone tells us good thing we should listen it carefully)
2.વરસાદ પડે એટલે વાતાવરણ ઠંડું થાય છે.
(When it rains the atmosphere becomes cool)
3.જો એ મને બોલાવે તો હું ચોક્કસ એની પાર્ટીમાં જઈશ.
(If she calls me I will definitely go to her party.)
4.સરકાર કર વધારે એટલે કરચોરી પણ વધે.
(If government increases taxes tax-evasion also increases)
5.શાળાઓ એવું શિક્ષણ આપે કે બાળકો સારા માણસ બને.
(Schools should give such education that the children become good humen)

There is another conjuction used in the third sentence above. It is (જો..તો) There are two conjctions used together, one in the beginning (જો) and other at the end (તો) of a subordinate clause. This conjuction is equivalent to English ‘if’. In actual usage many times the first one (જો) is dropped.

For example,
એ મને બોલાવે તો હું ચોક્કસ એની પાર્ટીમાં જઈશ.
In the second and forth sentence conjuction એટલે is used. It means “therefore, so”. In the fifth sentence conjuction કે is used. It means “that, so”.
The conditional form of the verb generally gives the condition (Subordinate clause) and joined with the main clause by a conjuction. The mostly used conjuctions in such clauses are –
જો...તો, (if…then), જ્યારે...ત્યારે (When….then), એટલે, માટે (Therefore, so),


Let’s take more examples:

ફળો ફ્રીજમાં રાખીએ તો વધુ ટકે છે.
(If fruits are stored in refrigerator they last longer)
સાંજે ઓછું જમીએ તો પેટ સારું રહે છે.
(If we eat less in the evening the stomouch remains good)
જ્યારે ખૂબ વરસાદ હોય છે ત્યારે શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાય છે.
(When it rains heavy water is logged at many places in the city)
હું જ્યારે ચશ્મા વિના વાંચું ત્યારે માથું દુખવા માંડે છે.
(When I read without specs I get headache.)
દવાનો કોર્સ પૂરો કરો એટલે તમને સારું લાગશે.
(Complete the course of medicine so you will feel better)
અમારો ચાનો મસાલો વાપરો તો ચા સ્વાદિષ્ટ બનશે.
(If you use our tea-spices the tea will be tastey.)
એમણે કહ્યું કે હું એક ગરીબ માણસ છું.
(He said that he is a poor man.)
મને એમ લાગ્યું કે તમે મોડા આવશો.
(I felt (thought) that you will come late.


Answers:

2) ભાષાંતર કરો.

1.એક મિત્રે બીજાને ગાલે તમાચો ઠોકી દીધો.
A friend slapped the other friend.
2.મને ખૂબ દુઃખ થયું.
I felt very bad.
3.આજે મારા મિત્રએ મારી જિંદગી બચાવી.
Today my friend saved my life.
4.“મેં તને ડૂબતો બચાવ્યો ત્યારે તેં પથ્થર પર કેમ લખ્યું?”
Why you wrote on rock when I saved you drowning?
5.ઉપકાર કદી ભૂલવા નહીં.
Never forget an obligation.