પાઠ – 14

નીચેનો પ્રસંગ વાંચો અને સમજો.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

બંગાળના એક નાનકડા સ્ટેશને ગાડી ઊભી રહી. એક ફેશનેબલ યુવક ગાડીમાંથી ઊતર્યો. તેની પાસે એક નાનકડી બૅગ હતી. તે મોટે મોટેથી કૂલીને બૂમો પાડવા લાગ્યો. નાનકડા સ્ટેશને કૂલી ક્યાંથી હોય? બે-પાંચ પેસેન્જર ઊતરેલા. તે પોતપોતાનો સામાન લઈ ચાલવા માંડ્યા.

એ ગાડીમાંથી એક મોટી ઉંમરના સાદા વેશધારી સજ્જન પણ ઊતર્યા હતા. તે પેલા યુવકની મૂંઝવણ સમજી ગયા. એ પેલા યુવક પાસે ગયા અને બોલ્યા, “તમારી આ પેટી હું ઊચકી લઉં?” પેલો યુવક સમજ્યો કે આ સાદા વેશમાં કુલી છે. તેણે કહ્યું,”તેમાં વળી પૂછવાનું શું? હું ક્યારનો બૂમો પાડું છું. ચાલ, લઈ લે.”

પેલા સજ્જને પેટી ઊંચકી લીધી અને યુવાનની પાછળ પાછળ ચાલવા માંડ્યું. ઘર નજીક જ હતું. યુવકે ઘરનું બારણું ખખડાવતાં તેના મોટાભાઈએ તે ઉઘાડ્યું. પેટી લઈને સાથે ઊભેલા સજ્જનને જોઈને તે એકદમ પગે લાગ્યા અને બોલ્યા, “અરે વિદ્યાસાગરજી આપ?” પેલો યુવક તો આભો બની ગયો. તેણે વિદ્યાસાગરજીની માફી માગી. વિદ્યાસાગરે કહ્યું, “ભાઈ, પોતાનાં નાનાં નાનાં કામ જાતે જ કરવાં જોઈએ. સ્વાવલંબી થવું એ સ્વતંત્ર થવા માટેની પહેલી શરત છે.”

Vocabulary:

ઊભી રહી = stopped, બૂમો પાડવા લાગ્યો= began shouting/calling out loudly, પોતપોતાનો સામાન = own luggage, લઈ ચાલવા માંડ્યા = took and began walking, સાદા વેશધારી સજ્જન = simple dressed, ચાલ લઈ લે = come on, take it up, ઊંચકી લીધી = lifted, ખખડાવતાં (on knowking) ખખડાવવું = v.t. knock, ઉઘાડ્યું = (opened) ઉઘાડવું = v.t. open, પગે લાગ્યા = bowed down to, આભો બની ગયો = totally surprised, માફી માગી = asked to forgive, સ્વાવલંબી = adj., self-dependent, સ્વતંત્ર = independent, શરત = condition.

(નોંધ- ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળના ખૂબ મોટા વિદ્વાન હતા. એમની પાસે ઘણા લોકો ભણીને આગળ આવ્યા હતા)

1. આ પાઠમાં ભૂતકાળનો ઉપયોગ થયો છે. નીચેના શબ્દો જુઓઃ

ઊભી રહી, ઊતર્યો, ઊતર્યા હતા, સમજી ગયા, સમજ્યો, ગયા, બોલ્યા, ઉઘાડ્યું.


We will try to understand the difference between some of the above examples. First take the difference between ઊતર્યા and ઊતર્યા હતા. Both are past tense forms. The first one is simple past tense form whereas the second one is Past perfect.

એક ફેશનેબલ યુવક ગાડીમાંથી ઊતર્યો.

This sentence means “a fashionable young man got down (from the train).” The other sentence also indicates same action –

એ ગાડીમાંથી એક મોટી ઉંમરના સાદા વેશધારી સજ્જન પણ ઊતર્યા હતા.

This sentence means “(when the young man got down) one simple dressed gentleman had also got down from the train” The verb phrase in the second sentence is ઊતર્યા હતા. If we analyse it we will get –

ઊતર – ય – આ હ – ત –આ = ઊતર્યા હતા.
Main verb Auxiliary verb


-ય suffix with main verb indicates Perfect Aspect of the verb and the Auxiliary is Past tense from of verb –હોવું (to be). Together they indicate the Past Perfect which is generally translated in English with the help of Auxiliary ‘’had’’. With the past tense three Aspects of verb are associated: 1) Perfect, 2) Progressive, and 3) Expected. The Expected Aspects indicates a particular event is expected to take place at given time. Let’s see examples.

1) ઊતર્યા હતા. (had got down)
2) ઊતરતા હતા. (were getting down)
3) ઊતરવાના હતા.(Were to get down)/(Were going to get down)


The past tense without any Aspect is ઊતર્યા. We will try to understand all the forms of the verb with following senences:

1) આજે તેમણે અહિંસાની વાત કહી હતી.
(Today he had talked about non-violence)
આજે તેઓ અહિંસાની વાત કરતા હતા.
(Today he was talking about non-violence)
આજે તેઓ અહિંસાની વાત કરવાના હતા.
(Today he was going to talk about non-violence)


2) એમણે ઘણા મહેમાનોને બોલાવ્યા હતા.
(He had called many guests)
એ ઘણા મહેમાનોને બોલાવતા.
(He used to call many guests)
એ ઘણા મહેમાનોને બોલાવવાના હતા.
(He was going to call many guests)


3) એણે તમને મારો પત્ર બતાવ્યો હતો.
(She had shown you my letter.)
એ તમને મારો પત્ર બતાવતી હતી.
(She was showing you my letter.)
એ તમને મારો પત્ર બતાવવાની હતી.
(She was going to show you my letter.)


In the Simple past form and in the Perfect past the suffix is same (-ય). The difference is the Past Perfect verb phrase has Auxiliary verb. When Tense and Aspect are indicated together the Main verb indicates the Aspect and the Auxiliary verb indicates the Tense. All the above sentences the past tense is indicated by the various forms of Auxiliary /હોવું/. In the simple past and Perfect past the verb agrees with the object and in Progressive and Expected past the verb agrees with the Subject. If the verb is intransitive in all cases verb agrees with the Subject.

2. Please translate the following sentences:

બાળકો મેદાનમાં રમતાં હતાં.
(The children were playing in the ground)
સવિતા ચણિયો સીવતી હતી.
(Savita was sewing a skirt)
સૂરતની બસ બીજા નંબરના પ્લેટફૉર્મ પર આવી હતી.
(The bus for Surat came on platform number two.)
અમે પેટ ભરીને આઈસ્ર્કીમ ખાધો.
(We ate stomouch full of icecream.)
રૂમમાં પહેલેથી જ ત્રણ વ્યક્તિઓ બેઠી હતી.
(There were already three persons sitting in the room)
મુખ્ય મહેમાન આજે ભારતના બંધારણ વિશે બોલવાના હતા.
(Today the chief guest was going to talk about Indian constitution.)
એના કાનમાં મચ્છર ભરાયું.
(A mosquito entered in his ear)
ગઈ કાલે અમે જુનાગઢ પહોંચવાના હતા.
(We were expected to reach Junagadh yesterday.)
એ ખૂણામાં એક છોકરી રડતી હતી.
(A girl was crying in the corner)
મારે ઈ-મેઈલ લખવાનો હતો પણ હું ભૂલી ગયો.
I was to write the email but I forgot)
આખી રાત અમે જમીન પર સૂતા હતા.
(For whole night we slept on the floor.)

3. નીચેનાં વાક્યો વાંચો અને એમની રચના યાદ રાખો.

ક) મેં કાગળ લખ્યો.
હું કાગળ લખતો હતો.
મેં કાગળ લખ્યો હતો.
હું કાગળ લખવાનો હતો.


ખ) મામીએ સાડી ખરીદી.
મામીએ સાડી ખરીદી હતી.
મામી સાડી ખરીદતાં હતાં.
મામી સાડી ખરીદવાનાં હતાં.


ગ) મેં સફેદ ઝભ્ભો પહેર્યો.
મેં સફેદ ઝભ્ભો પહેર્યો હતો.
હું સફેદ ઝભ્ભો પહેરવાનો હતો.


ઘ) હું ફ્રીઝ ખોલતો હતો.
મેં ફ્રીઝ ખોલ્યું.
હું ફ્રીઝ ખોલવાનો હતો.


ચ) એણે મને રોક્યો એટલે હું ન આવી શક્યો.
એણે મને રોક્યો હતો. એટલે હું ન આવી શક્યો હતો.


છ) પત્રકારે નેતાને સવાલ પૂછ્યો.
પત્રકાર નેતાને સવાલ પૂછતો હતો.
પત્રકાર નેતાને સવાલ પૂછવાના હતો.


જ) એક ગુંડાએ મારી બહેનનો હાથ ખેંચ્યો.
એક ગુંડો મારી બહેનનો હાથ ખેંચતો હતો.

4. નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો.

બાળક તમારી સામે જોતું __________. (હતું, હતી, હતો)
દાદાને સ્કૂટરનો ધક્કો _______. (વાગી, વાગ્યું, વાગ્યો).
ગયે વર્ષે કંપનીએ 545 મશીનો વેચ્યાં_______. (હતું, હતાં, હતો)
તમે બધા બપોરે ક્યાં __________ હતા? (ગયો, ગયા, ગઈ)
મારા પડોશીએ એક બિલાડી _______ હતી. (પાળી, પાળ્યો, પાળ્યું)
તમે આવ્યા ત્યારે હું રોટલી બનાવતો _________. (હતી, હતો, હતા)
દાદા માટે અમે એક સરસ ધાબળો _________હતા. (ખરીદવાનો, ખરીદવાના, ખરીદ્યો)
નવરાત્રીના છેલ્લે દિવસે બધાં ખૂબ _______ હતાં. (નાચ્યાં, નાચી, નાચ્યો)
તે દિવસે સતત ફટાકડા ફૂટતા _________. (હતો, હતાં, હતા)
એના જન્મદિવસે મોટી પાર્ટી રાખવાની _______. (હતા, હતી, હતો)


Answer to no: 4: (હતું, વાગ્યો, હતાં, ગયા, પાળી, હતો, ખરીદવાના, નાચ્યાં, હતા, હતી)