પાઠ – 13

સાંભળો અને બોલો

વરસાદ પડ્યો

સ્વચ્છ આકાશમાં એકાએક કાળાં વાદળો છવાયાં. ઠંડો પવન ફૂંકાયો. ઝાડ-છોડ ડોલવાં લાગ્યાં. ઊંચે આકાશે ચકર ચકર ફરતી સમડીઓ નીચે ઊતરવા માંડી. દિવસે પણ જાણે અંધકાર છવાયો. પંખીઓ ઝડપથી પોતાના માળામાં લપાયાં. થોડી વારમાં ઝરમર વરસાદ શરૂ થયો. વીજળી ઝબૂકી. વાદળાં ગગડ્યાં. પવન પણ તોફાની થયો. વાદળાના ગગડાટ અને વીજળીના કડાકાથી પશુઓ ભયભીત થયાં. વરસાદ પણ જોરથી પડવા માંડ્યો. ક્યાંક ઝાડની ડાળીઓ તૂટી તો ક્યાંક ઝાડ ઊથલી પડ્યાં. રસ્તા પર પાણી, મેદાનમાં પાણી, ચારે બાજુ પાણી જ પાણી. રસ્તા પર વાહનો ધીમા પડ્યાં. કેટલાકની ઉતાવળને કારણે ક્યાંક ટ્રાફિક-જામ પણ થઈ ગયો. બાળકોને ઘરના આંગણામાં કે રસ્તા પર નહાવાની મજા પડી.


શબ્દાર્થઃ (meanings of words)
આંગણું = n. courtyard, ઊથલી (Past participle form of) ઊથલવું = v.i. be upturned, એકાએક = adv., suddenly, કડાકો = m. cracking sound of lightening, ગગડ્યાં = (past tense form of) ગગડવું = v.i. thunder, ચકર ચકર = adv. round and round, છવાયાં,(past tense form of)છવાવું = v.i. spread, ઝબૂકી, (past tense form of) ઝબૂકવું = v.i. flash, shine in flashes, ઝરમર = adv. in a drizzle, ડોલવાં, (infinitive form verb) ડોલવું = v.i. swing, તોફાની = adj. stormy, ધીમાં (plural form of adj.) ધીમું = slow, ફરતી (Present participle form of) ફરવું = v.i. move, ફૂંકાયો, (past tense form of) ફૂંકાવું = v.i. blow, ભયભીત = adj. terrified, મજા = f. fun, લપાયાં, (past tense form of) લપાવું = v.i. hide, સમડી = f. kite, સ્વચ્છ= adj. clean.


1) Let’s note the past tense form of various verbs:

છવાયાં, ફૂંકાયો, લાગ્યાં, માંડી, છવાયો, લપાયો, શરૂ થયો, ગગડ્યાં, માંડ્યો, પડ્યાં, તૂટી, પડી

These forms have takens gender-number suffix as per their subjects. If taken together we will understand better. Try to understand these suffixes. We have provided answers to three of them. Please think of others.

વાદળાં છવાયાં. (neuter plural)
પવન ફૂંકાયો. (Masc. sing.)
ઝાડ-છોડ ડોલવાં લાગ્યાં. (neuter plural)
સમડીઓ ઊતરવા માંડી.
વરસાદ શરૂ થયો.
વાદળાં ગગડ્યાં.
પશુઓ ભયભીત થયાં.
વરસાદ પડવા માંડ્યો.
ડાળીઓ તૂટી.
ઊથલી પડ્યા.
મજા પડી.

2) In the above para there are some special auxiliary verbs are used. We will try to understand their meaning as well as their construction with main verbs. There are three such verbs: પડવું, માંડવું and લાગવું.

These verbs add some kind of aspectual meaning to the verb. The verbs માંડવું, લાગવું have similar function. They indicate beginning of some action/process indicated by the main verb. E.g.

ડોલવાં લાગ્યાં (began swinging)
ઊતરવા માંડી (began climbing down)
પડવા માંડ્યો. (began falling)

In this type of construction, the main verb takes infinitive suffix –વા and takes gender-number suffix as per the subject. The auxiliary verb alongwith its special meaning takes Tense suffix and gender-number suffix as per the subject. Now read these sentences again:

વૃક્ષ-છોડ ડોલવાં લાગ્યાં.
સમડીઓ નીચે ઊતરવા માંડી.
વરસાદ ઝરમર પડવા માંડ્યો.

3.1) Let’s reinforce our understanding with more sentences. Read the following sentences. Observe the agreement between Subject and Verb.

છોકરાઓ ઝડપથી પગથિયાં ઊતરવા માંડ્યા.
દરજી કશું બોલ્યો નહીં અને મશીન ચલાવવા માંડ્યો.
બા અચાનક ઊભાં થયાં અને ચાલવા લાગ્યાં.
મમ્મી પૂરીઓ તળવા લાગી. હું પણ એને મદદ કરવા લાગી.
અડધી રાતે કૂતરા ભસવા લાગ્યા. મેં બારીમાંથી જોયું. પણ કૂતરા દેખાયા નહીં.
દુર્ગામાસી બસસ્ટેન્ડ પર એકલાં ઊભાં હતાં. અચાનક એક માણસ મોટરસાઈકલ પર આવ્યો અને માસીના ગળામાંથી ચેન ખેંચી ભાગવા લાગ્યો. માસીએ ચોર ચોરની બૂમો પાડી. બધા લોકો પેલા માણસની પાછળ દોડવા લાગ્યા.
નીચેનાં વાક્યો પૂરાં કરો.
બેબી જાગી એટલે --------- ------- (રડવું)
સગડી પર મૂકેલું પાણી ------- ------ (ઊકળવું)
રાતના બે વાગ્યા. બધાને ઊંઘ -------- (આવવું)
મેં આંગણામાં થોડા દાણા નાખ્યા. કબૂતર દાણા -------- (ચણવું)
સ્વેટરની કિંમત સાંભળીને અમે ---------- (વિચારવું)

4) Now let’s take the other auxiliary verb ‘પડવું.’ The basic meaning of the verb is “to fall”. When it is used with some other verb it’s meaning gives different shades like, “suddenness, by force, feeling”. See its use in the above para.

ક્યાંક ઝાડ ઊથલી પડ્યાં.
રસ્તા પર વાહનો ધીમાં પડ્યાં.
બાળકોને ઘરના આંગણામાં કે રસ્તા પર નહાવાની મજા પડી.

4.1) In the first sentence the meaning of “by force” is clear. Due the strong wind the trees were uprooted. In the second the vehicles slowed down due to the force of traffic-jam. The function of the auxiliary in the third sentence is not very clear. However, this kind of use of the auxiliary verb પડવું is very common in Gujarati. Read the following sentences:

છોકરી રડી પડી. (Cried due to inner force)
બાળકો પાણીમાં કૂદી પડ્યાં. (Jumped in the water with force)
અમને પાર્ટીમાં ખૂબ મજા પડી. (We enjoyed a lot in the party)
મને એની વાતમાં રસ પડ્યો. (I was interested in his talk)
મને રેલ્વે સ્ટેશન નજીક પડે છે. (I find railway station closer)

The last function of this auxiliary is very tricky and requires good amount of practice. It is many times difficult to translate the exact shade of meaning.

હવે નીચેનો ફકરો વાંચીને સમજવાનો પ્રયાસ કરો. અઘરા શબ્દોના અર્થ ફકરાની નીચે આપ્યા છે. (Now try to understand the following paragraph. Meaning of some words are given)

અડધા કલાકના જોરદાર ઝાપટાં પછી વરસાદ ધીમો પડ્યો. વાદળો પણ વીખરાવાં માંડ્યાં. પશ્ચિમમાથી સૂરજે ડોકું કાઢ્યું. પૂર્વમાં ઝરમર પડતા વરસાદ પર સૂરજના કિરણો પડ્યાં. અને આકાશમાં એક નયનરમ્ય મેઘધનુષનો પટો ખેંચાયો. બાળકો નહાવાનું મૂકી એને જોવા માંડ્યાં. કોઈ જુવાનિયો મોબાઈલમાં એ મેઘધનુષને કેદ કરતો હતો. પંખીઓ પંખ ફફડાવી પાણી ઝાટકવા માંડ્યાં.

વાતાવરણમાં ઠંડક અને ખુશબો હતી. લોકો પણ એર-કંડિશનર અને પંખામાંથી બહાર આવી તાજી હવા ફેફસામાં સમાવવા લાગ્યા. વરસાદની ઠંડક અને તાજગી અજબ હોય છે. એની તોલે કશું ન આવે.

Vocabulary:
અજબ= adj. Wonderful, કિરણ= n. ray, કેદ કરવું= to arrast, ખુશબો – f. aroma, ખેંચાવું = v.i. pull, to draw, ઝાટકવું= v.t. shake off, clean with duster, ઝાપટું= n. shower of rain, ડોકું= n. head, તાજુ= adj. fresh, નયનરમ્ય= adj. beautiful, મેઘધનુષ= n. rainbow, ફફડાવવું = v.t. flap wings, વીખરાવું= v.i. get disperse.

• Please find our verb forms like વીખરાવાં માંડ્યાં.

• We have learned simple past tense and Past perfect in the previous lesson. Please find out simple past tense forms from the lesson.

• Please arrange the following words in the dictionary order:

છવાવું, પવન, ઝાડ, વરસાદ, માળો, ડાળી, મેદાન, ધીમું.

Answers:

3.1) Fill in the gaps.

બેબી જાગી એટલે રડવા લાગી.
સગડી પર મૂકેલું પાણી ઊકળવા લાગ્યું.
રાતના બે વાગ્યા. બધાને ઊંઘ આવવા લાગી.
મેં આંગણામાં થોડા દાણા નાખ્યા. કબૂતર દાણા ચણવા લાગ્યાં.
સ્વેટરની કિંમત સાંભળીને અમે વિચારવા લાગ્યા.

4.1) Arrange in Dictionary order:

Given Order: છવાવું, પવન, ઝાડ, વરસાદ, માળો, ડાળી, મેદાન, ધીમું.
Dictionary Order: છવાવું, ઝાડ, ડાળી, ધીમું, પવન, માળો, મેદાન, વરસાદ.