પાઠ – 9

2.4) સાંભળો અને બોલોઃ

સુખ મેળવવાના ત્રણ માર્ગો છે.
(There are three ways to achieve happiness)
અમારો ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ ખૂબ સરસ રહ્યો.
(Our tour to Austrelia was wonderful)
ગરીબી દૂર કરવા માટે કેટલાંક ક્રમિક પગલાં લેવાં જોઈએ.
(We should take phasewise steps to remove poverty)
લસણની ગંધ તીવ્ર હોવાથી ઘણાને ગમતી નથી.
(Many people do not like the smell of garlic due to its strongness)
સ્વર્ગ અને નર્કની વાતોમાં લોકો ભરમાઈ જાય છે.
(People are mislead by the talk of heaven and hell)
પ્રાર્થનાની અસર દરેક વ્યક્તિ અનુભવી શકે છે.
(Everyone can experience the effect of prayer)
એમણે સત્તર વર્ષ સુધી સતત સંશોધન કર્યું.
(He researched continueously for 17 years)
મધ્યમ વર્ગને આર્થિક મુશ્કેલીઓનો સામનો સતત કરવો પડે છે.
(The middle class has to face economic difficulties constantly)
શુદ્ધ પ્રેમની વાતો કરવી શક્ય છે એવો પ્રેમ કરવો શક્ય નથી.
(One can talk of platonic love but it is difficult to love that way)