પાઠ – 8

3.2) નીચેનાં વાક્યો વાંચો

એની નજર એકદમ સ્થિર હતી.
(Her eyes were steady)
તેં ચંપલ નવા ખરીદ્યા લાગે છે!
(It seems that your have purchased new sandles.)
કાર બંધ થઈ છે. એને ધક્કો મારવો પડશે.
(The car has stopped. It will have to be pushed)
બહુ મુશ્કેલીથી આ નોકર મળ્યો છે.
(We got this servant after lot of efforts.)
બેન્કનું મુખ્ય મથક મુંબઈ છે.
(The head quarter of the bank is in Mumbai.)
મહિનાનો છેલ્લો દિવસ છે, અને ખિસ્સાં ખાલી છે.
(This is the last day of the month and the pockets are empty.)
તમે ઑફિસેથી મોડા પહોંચો તો તમારાં પત્ની ગુસ્સો કરે છે?
(Does your wife get angry if you reach late from the office?)
બાળક દાક્તર અને ઇન્જેક્શન બેઉથી ડરે છે.
(A child is afread of both a docter and an injection.)
આ બિલાડીના બચ્ચાએ મને જગાડ્યો.
(This kitten awakened me.)
અત્યાર સુધી મેં દસ જણ પાસે મદદ માગી છે.
(I have asked for help from ten people till now.)
હવે દાદર સ્ટેશન આવશે.
(The next station is Dadar.)
આ શું! તમે નામ તો લખ્યું પણ સરનામું નથી લખ્યું.
(What is this! You have written your name but not the address.)
તમને મળવાની ઇચ્છા હતી પણ હું આવી શક્યો નહીં.
(I wanted to meet you but couldn’t come.)