પાઠ – 8

1.2) સાંભળો અને બોલોઃ

ફુગ્ગો ફૂટી ગયો.
(The balloon burst)
રસ્તા વચ્ચે ખાડો પડ્યો.
(A ditch appeared in the middle of the road)
ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા હતા.
(Gandhiji believed in Truth and Nonviolance.)
દરેકનું શરીર ભિન્ન હોય છે પણ આત્મા એક હોય છે.
(Everyboyd’s body is different but the soul is one)
છોકરાઓ ઉત્સાહથી કામ કરી રહ્યા છે.
(Boys are working with enthusiasm)
ત્યાં કોણ ઊભું હતું?
(Who was standing there?)
અત્યારે હું તમારી સાથે બજાર નહીં આવું.
(At present I will not come with you to the market.)
તમારા શબ્દો મને યાદ રહેશે.
(I will remember your words)
તમારી દીકરીનાં લગ્ન ક્યારે છે?
(When is your daughter’s marriage?)
તમને આ ઝભ્ભો સારો લાગે છે.
(This kurta looks nice on you)