પાઠ – 5

7) Read and write:- (વાંચો અને લખો.)
ગણ __ ચણ __ મણ __ ભણ __
ઘર __ ભર __ ફર __ ચર __
દોરો __ ગોરો __ ભોળો __ ગોળો __
ભરત ___ ભારત ___ ભજન ___ ભગત ___

8) Read loudly. (મોટેથી વાંચો.)
સામે જુઓ (Look ahead)
ડાબી બાજુ વળો (Turn to the left)
જમણી તરફ જુઓ (Look towards the right)
થોડું બોલો, સાચું બોલો (Speak less, speak truth)
જનનું સાંભળો. મનનું કરો (Listen to peope, follow the mind)

9) Read loudly. (મોટેથી વાંચો.)
બાળક જમે છે. એ દાળ અને ભાત જમે છે. એને દાળ-ભાત ભાવે છે.
હું બેસું છું. હું પાટ પર બેસું છું. મને આ પાટ ફાવે છે.
લીના વાંચે છે. લીના ચોપડી વાંચે છે. લીનાને આ ચોપડી ગમે છે.
મારે અમદાવાદ જવું છે. હું સવારે જઈશ. હું કારમાં જઈશ. લગભગ દસ વાગે પહોંચીશ.
અમે ગુજરાતી શીખીએ છીએ. અમે મહેનત કરીશું. અમને ગુજરાતી આવડશે.

10) Remember the Gender.

(With Gender sign)
Neuter Feminine Masculine
બારણું બારી પંખો
તપેલું વાડી ઘોડો
ઓશિકું નળી કાગડો
રમકડું રેતી કૂવો
છાપું નાડી કૂદકો

(Without Gender sign)
Neuter Feminine Masculine
નાક આંખ કાન
તળાવ મૂછ ગાલ
વરસ દાળ વાળ
મન મદદ રસ
મગજ વાત કાગળ
મગજ વાત કાગળ

Important Grammatical point :-
One has to remember the gender of a Noun, because the verb and adjectives agree to head noun. Many times nouns do not carry gender sign. It is useful to know the adjectives it takes. Adjectives indicate the gender of noun.


11) Read the following phrases and decide the gender of the noun.
નાની આંખ મોટું નાક મોટો કાન
આવતું વરસ નાની ડાળ ધોળો વાળ
મારું મન કેરીનો રસ ડાબો ગાલ
મોટું તળાવ લાંબી મૂછ મોટો મગર
એનું નામ સાચી મદદ તમારો સાથ
અમારું ગામ ઊંચી છત જમણો પગ

12) Read the following phrases which contain an adjective and Noun.
લીલી સાડી લીલો સાફો લીલું પાંદડું
નાની ચમચી નાનો કાચબો નાનું સસલું
મોટી અગાસી મોટો બગીચો મોટું કાણું

13) Add appropriate Adjective before the following nouns.
___ પંખો ___ ચમચી ___ બારણું ___ ઘોડો ___ બકરી
___ તાળું ___ ચોપડી ___ કાંસકો ___ ગાડું ___ ચીકુ
___ કેરી ___ વાટકો ___ કૂવો ___ વાડી ___ પાંદડું

14) Read and write. (વાંચો અને લખો)
પંખો ફરે છે. _______________ (The fan moves)
બારણું બંધ છે. _______________ (The door is closed)
આવતું વરસ સારું છે. _______________ (The next year is good)
તમારો જમણો પગ આગળ કરો. _______________ (Move forward your right leg)
આ કેરી ખાટી છે. _______________ (The mango is sour)