પાઠ – 5

REVISION:- (પુનરાવર્તન)

We have so far learned following letters with the help of words and small sentences.

We have also learned following vowel signs and how to use them along with consonants:

Now let us see how many words and small sentences you are able to read.

1.1) Read aloud following words:- (નીચેનાં શબ્દો મોટેથી વાંચો.)
રમ વર મગ તન નર જમ છત દસ ઘર
મગર વતન રમત નગર સરસ મરદ વરસ ચપળ વમળ
વાર તાન રાગ માગ માર નાત રાસ છાસ હાર આપ કાપ
ગામ નાસ નામ વાવ વાત જાગ તાવ દાસ શાક

1.2) Read aloud following words:- (નીચેનાં શબ્દો મોટેથી વાંચો.)
કેળ સેવ દેવ દેન એક રેત
દેગ વેગ કેમ કેર વેર
કાળી માસી નાડી લીલી ચીકુ

1.3) Read aloud following words:- (નીચેનાં શબ્દો મોટેથી વાંચો.)
એ રમે છે.
એ નમે છે.
એ મારે છે.
એ મળે છે.
એ જમે છે.

1.4) Read aloud following words:- (નીચેનાં શબ્દો મોટેથી વાંચો.)
હું રમું છું. અમે રમીએ છીએ.
હું દોડું છું. અમે દોડીએ છીએ.
તું શું કરે છે? તમે શું કરો છો?
તું જાગે છે? તમે જાગો છો?

1.5) Read aloud following words:- (નીચેનાં શબ્દો મોટેથી વાંચો.)
એ મળે છે. એ મળશે.
એ જમે છે. એ જમશે.
હું રમું છું. હું રમીશ.
હું દોડું છું. હું દોડીશ.
તું શું કરે છે? તું શું કરીશ?


2.1) Read and write:- (વાંચો અને લખો.)
આજે __ કાલે __ આવે __ આપે __
વરસાદ ____ હરિયાળી ____ આકાશમાં ____

2.2) Read and write:- (વાંચો અને લખો.)
મને ગામ ગમે છે. _______________
સાંજે મહેમાન આવશે. _______________
તમે ચોપડી વાંચી? _______________


3) Read aloud:- (મોટેથી વાંચો.)
મગર – મગરો નામ – નામો
વાદળ – વાદળો કાગળ – કાગળો
ચાદર – ચાદરો રમત – રમતો

The above pairs of words indicate grammatical difference of singularity and plurality. If you add – suffix to the singular noun it indicates plurality. Let’s go for more words:

ગીત – ગીતો વાત – વાતો નામ – નામો નગર – નગરો
સાડી – સાડીઓ વાડી – વાડીઓ છોકરી – છોકરીઓ ચોપડી - ચોપડીઓ


4) Exercise:

Make plural:
ગામ __
વરસ ___
નસ __
વાવ __
છત __
ઘર __
છડી __
નળી __

In the above examples, the nouns are either feminine (ending in-) or ending in consonants. When nouns end in –ઓ, -ઉ these vowels change to -આ to make the noun plural. For example:

ઘોડો – ઘોડા ગોળો – ગોળા દોરો – દોરા છોકરો – છોકરા
બારણું – બારણાં બકરું – બકરાં ભાડું – ભાડાં વાંદરું – વાંદરાં
Sometimes, additional –ઓ is also added like – ઘોડો – ઘોડાઓ.


5) Read the following sentences. (Observe the singular vs. plural nouns) (વાંચો)
ઘોડો દોડે છે. ઘોડા દોડે છે.
છોકરો રમે છે. છોકરા રમે છે.
છોકરી ગીત ગાશે. છોકરીઓ ગીતો ગાશે.
છોકરી રંગોળી કરશે. છોકરીઓ રંગોળીઓ કરશે.
અમારા ગામમાં વરસાદ પડે છે. અમારાં ગામોમાં વરસાદ પડે છે.
સરકારી શાળામાં આજે રજા છે. સરકારી શાળાઓમાં આજે રજા છે.
આ તળાવમાં એક મગર હતો. આ તળાવમાં ઘણા મગરો હતા.