પાઠ – 4

12) Listen to the following words and speak. (શબ્દો સાંભળો અને બોલોઃ)

આજે મને ભૂખ નથી. હું જમીશ નહીં. કદાચ સૂતી વખતે થોડું દૂધ પીશ.
(I am not hungry to-day. I will not eat. May be I will take some milk before going to bed)
કદાચ આજે મારા પતિ વહેલા આવશે. પછી અમે મામાને ઘરે જઈશું.
(Probably my husband will come early today. We will go to uncle’s place)
અમે સાંજે ફરવા નીકળીશું. પછી પિક્ચર જોઈશું.
(We will go out in the evening. Later we will watch a movie)
એ અમારી ટીમમાંથી રમશે. અમે આ મેચ જીતીશું.
(He will play for our team. We will win the match)
એ મને જરૂર બોલાવશે. અને હું જરૂર જઈશ.
(He will definitely call me and I will definitely go)