પાઠ – 12

(This is small but well known event taken from the life of Mahatma Gandhiji.)

સાંભળો અને વાંચો

નાનકડી પેન્સિલ

ગાંધીજી આફ્રિકાથી તાજા જ હિંદ આવેલા. મુંબઈમાં મહાસભા મળી હતી. કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને ઉતારે જઈ એમને કામમાં મદદ કરતા.
એક વાર ગાંધીજી ટેબલની આસપાસ કશુંક શોધી રહ્યા હતા. કાકાસાહેબે પૂછ્યું, “શું શોધો છો?”
“મારી પેન્સિલ, નાનકડી છે.”
એમનો સમય અને તકલીફ બચાવવા કાકાસાહેબે પોતાના ગજવામાંથી પેન્સિલ આપવા માંડી.
“નહિ, નહિ, મારે એ નાની પેન્સિલ જ જોઈએ.”
કાકાસાહેબે વિનંતી કરી, “આપ આ પેન્સિલ લો. આપની પેન્સિલ હું શોધી આપીશ. નાહક આપનો સમય બગડે છે.”
ગાંધીજીએ કહ્યુ, “એ પેન્સિલ મારાથી ખોઈ ન શકાય. તમને ખબર છે, એ પેન્સિલ મને મદ્રાસમાં નટેસનના નાના દીકરાએ આપી હતી. કેટલા પ્રેમથી એ પેન્સિલ લાવેલો ! મારાથી એ કેમ ખોવાય?”
બન્નેએ મળીને એ શોધી. અંતે જડી. બે ઈંચથીયે નાનો ટુકડો હતો!


શબ્દાર્થઃ (meanings of words)
આસપાસ –adv. near, nearby, ઉતારે (ઉતારો) –m. lodging, કશુંક – something, ખોવું – v.i. to lose, ગજવું – n. pocket, જોઈએ (જોઈવું) – to want, ટુકડો – m. piece, તકલીફ – f. problem, તાજા – adv. Recently, નટેસન – name of a person, નાનકડી – adj. small, નાહક – adv. unnecessarily, બગડે (બગડવું) –i.v. to spoil, મહાસભા – f. conference.