Appendix - II (પરિશિષ્ટ - II)

Some routinely used sentences:

1. કેમ છો? (How are you?)
2. મજામાં. (I am fine)
3. કેટલા વાગ્યા? (What’s the time?)
4. અહીં નજીકમાં કોઈ સારી હૉટેલ છે? (Is there a good hotel nearby?)
5. અહીંથી એરપોર્ટ/સ્ટેશન કેટલું દૂર છે? (How far is airport/station from here?)
6. માફ કરજો. મને થોડું મોડું થયું. (Sorry, I am little late.)
7. તમે મને મળી શકશો? આપણે મળી શકીએ? (Will you meet me? Can we meet?)
8. આજે હું દિલ્હી જવાનો છું. આપણે બે દિવસ પછી મળી શકીશું. (I am going to Delhi today. We can meet after two days.)
9. સૉરી, મને આજે નહીં ફાવે. આપણે બુધવારે મળીશું. ચાલશે? (Sorry, It does’nt suit me today. We will meet on Wednesday. Is it o.k.?)
10. એમનો ફોન નંબર આપી શકશો? (Can you give his phone number?)
11. હું તમને ઘર સુધી મૂકી જઈશ. (I will take you home.)
12. સૉરી, મને ખબર નથી. (Sorry, I don’t know.)
13. અહીં તમને જરૂર ગમશે. અહીં તમને મજા આવશે. (Your will like here.)
14. આ જાણીને મને ખૂબ આનંદ થાય છે. (I am very happy to here this.)
15. આપણે ક્યાં જઈએ છીએ? (Where are we going?)
16. આ બહેન તમને મદદ કરશે. (The lady will help you.)
17. તમે થોડાં વહેલાં આવો તો સારું. (It will be nice if you come little early.)
18. મારી ઑફિસ અહીંથી નજીક છે. (My office is close from here.)
19. તમને ચા-કૉફી શું ફાવશે? (What will you have, tea, coffee?)
20. સાંજે આપણે સાથે જમીશું. (We will eat to-gether.)
21. હું જરા કામમાં છું. આપણે અડધા કલાક પછી વાત કરીશું. ચાલશે? (I am little busy. We will talk after half-n-hour. Will it be alright?)
22. કદાચ હું કાર્યક્રમમાં/મિટિંગમાં સમયસર નહીં પહોંચી શકું. (Probably I can’t reach on time for the programme/meeting.)
23. મારાં બહેન ખૂબ માંદાં છે. તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે. (My sister is serious. She is admitted in the hospital.)
24. તમારી તબિયત કેવી છે? (How is your health?)
25. તમે મુંબઈથી પાછા ક્યારે આવશો? (When will you come back from Mumbai?)
26. હું તમને ખૂબ યાદ કરું છું. (I miss you a lot.)
27. ત્યાં મારે કોને મળવાનું છે? (Whom should I meet there?)
28. ચા સરસ બની છે! (The tea is good.)
29. મને તમારી ચિંતા થાય છે. (I am worried about you.)
30. તમે એને હેરાન ન કરો. (Don’t tease him.)
31. મને યાદ નથી. / મને યાદ આવતું નથી. (I don’t remember)
32. તમે ક્યાં રહો છો? તમે શું કરો છો? (Where do stay? What do you do?)
33. તમને કોઈ તકલીફ હોય તો કહો. (Please tell me if you are in trouble.)
34. તમે થોડો આરામ કરો. તમને આરામની જરૂર છે. (Take some rest. You need rest.)
35. હું તમારી રાહ જોઉં છું. હું તમારી રાહ જોઈશ. (I am waiting for you. I will wait for you.)
36. આ જગ્યા બહુ સરસ છે. (This place is beautiful.)
37. હું થાકી ગયો છું. (I am tired.)
38. મારા ચશ્મા જડતા નથી. તેં જોયા છે? (I don’t find my glasses. Did you see them?)
39. (ફોન પર) વાત થઈ શકશે? (Over phone) Can we speak?