પાઠ – 11

You have been introduced to all the letters and consonant clusters during the previous lessons. You have also practiced reading small sentences. Now onwards we are going to read small paragraphs and small stories.

The following paragraph is about the heat in the months of May and in the city of Ahmedabad and most of the other cities in Gujarat.

1) સાંભળો અને વાંચો
(First listen to the whole paragraph and try to read loudly yourself.)

ગરમીથી તોબા!

મે અને જૂન મહિનામાં ગરમી વધારે પડે છે. શહેરમાં સૌ લોકો પરેશાન થાય છે. સવારે આઠ વાગ્યાથી વાતાવરણ ગરમ થાય છે. બપોરે તો અતિશય ગરમ હોય છે. રસ્તા સૂમસામ હોય છે. લોકો કચેરીઓમાં કે ઘરમાં ભરાઈ રહે છે. પંખા નીચે કે પછી એ.સી.ની ઠંડકમાં બેસવું પસંદ કરે છે.

સાંજે છ વાગ્યે રસ્તા પર વાહનો ઉભરાવા માંડે છે. ઠેર ઠેર ટ્રાફિક-જામ થાય છે. રસ્તાઓ પર પ્રદૂષણ વધે છે. એનાથી પણ લોકો પરેશાન થાય છે. ઘરે પહોંચે ત્યારે ખૂબ થાકી જાય છે. લોકો મોડાં જમે છે. ઘરે પહોંચે ત્યારે ખૂબ થાકી જાય છે. લોકો મોડાં જમે છે. અને મોડાં ઊંઘે છે. કારણ કે મોડી રાતે થોડી ઠંડક થાય છે. અને જો એમાં વીજળી ગઈ તો પરેશાનીમાં વધારો થાય છે.


શબ્દાર્થઃ (meanings of words)
ગરમી = heat, તોબા = This word is an expression of disgust, શહેર = a city, સૌ = all, પરેશાન =troubled , વાતાવરણ = atmosphere, અતિશય = extreme, સૂમસામ = deserted, lonely, કચેરી = an office, ભરાઈ રહેવું = to hide, to be inside something, ઉભરાવા માંડવું = start getting full, ઠેર ઠેર = at many places, રસ્તો = a street, પ્રદૂષણ = pollution, પરેશાની = trouble, વધારો = an increase.